HomeGujaratમોરબીના તળાવિયા સનાળામાં ફટાકડા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીને ધોકો મારી...

મોરબીના તળાવિયા સનાળામાં ફટાકડા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીને ધોકો મારી હત્યા કરી

મોરબી તાલુકાના સનાળા તળાવિયા ગામની સીમમાં આવેલા સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રી નામની ફેકટરી રહેતા મૂળ એમપી ના સરદારપુર જિલ્લાના વતની નરબેસિંગ ભગા સિંગ મેડા એ ફેકટરીમાં શેઠ પાસે થી 5000નો ઉપાડ પેટે લીધા હતા જેમાંથી રું500 ના બાળકો માટે ફટાકડા લઇ આવેલા હોય જે બાબતે નરબે સિંગને તેની પત્ની ભૂરી બેન સાથે બોલાચાલી થઇ હતી વાત વધુ વણસતા નરબેસિંગે ભૂરી બેનને માથામાં ધોકો મારી દેતા માથાંના ભાગે ગંભીર ઈજા પહોંચતા ત્યાં બેભાન થઈ ગઈ હતી મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.સિવિલ હોસ્પીટલમાં ફરજ પરના તબીબે ભૂરી બેનને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે મૃતકની પુત્રીએ તેના મામા દીપક બગગાભાઈનેજાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને તેના બનેવી નરભેસિંગ ભગ્ગા સિંહ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW