HomeGujaratમોરબીમાં સગીરે ઓવર સ્પીડ બાઈક પર કાબુ ગુમાવતા નીચે પટકાતા મોત, એકને...

મોરબીમાં સગીરે ઓવર સ્પીડ બાઈક પર કાબુ ગુમાવતા નીચે પટકાતા મોત, એકને ઈજા

મોરબીના વિશિપરામા પ્રજાપત રોડ ઉપર રહેતા આરોપી બાદલ સુરેશભાઈ બારૈયા નામનો સગીર ગત તા.26ના રોજ સાંજના સમયે લાયસન્સ વગર પોતાનું બાઈક લઈ સગીર મિત્ર સાથે નીકળ્યો હતો. ત્યારે ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે પુરપાટ ઝડપે પોતાનું બાઈક હંકારી આગળ જતી કારની સાઈડ કાપવા જતા બાઈક ઉપરથી કાબુ ગુમાવી દેતા બ્રેક મારતા જ રોડની સાઈડમાં ફંગોળાઈ જતા આરોપી બાઈક ચાલક બાદલને ગંભીર ઇજાઓ પહોંચતા તે ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સગીરને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે ઇજાગ્રસ્ત સગીરની ફરિયાદને આધારે મૃતક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW