HomeGujaratમોરબીમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ પકડાયો

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ પકડાયો

મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર પાસેથી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી પ્રકાશ ચંદુભાઈ નગવાડીયા રહે.ચીખલી તા.માળીયા વાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા કાગળો નહિ હોવાનું જણાવ્યુ હતું. બાદમાં પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવતા આરોપી પ્રકાશને પકડી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ અગાઉ વાહન ચોરી, જુગારધારા, દેશી દારૂ અને મારામારી સહિતના છ ગુન્હા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ ચુક્યા છે. હાલમાં પોલીસે 50 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW