HomeGujaratમોરબીમાં ભાડુંઆતે દુકાનમાં ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માલિકની ફરીયાદ

મોરબીમાં ભાડુંઆતે દુકાનમાં ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માલિકની ફરીયાદ

મોરબીના રવાપર રોડ પર આવેલ વિધુતનગર સોસાયટીમાં રહેતા કૌસીકભાઇ શાંતીલાલ અમૃતીયા નામના યુવાનને મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ભુપેન્દ્રભાઇ સવજીભાઇ જેતપરીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, મોરબી-2માં કૌસીકભાઇની માલિકીની ઉમા ટાઉનશીપમાં બનાવેલ ડી-શોપીંગમા આવેલ નં-ડી-14 જે 19.50 સ્ક્વેર મીટરની દુકાન ભુપેન્દ્રભાઇએ ભાડે રાખેલ હતી. જેનું માર્ચ-2023 સુધી ભાડુ આપેલ બાદ કોઇ ભાડુ આપેલ નહી અને દુકાન નં-ડી-14 વાળી ખાલી નહી કરી હતી.આ દુકાનમાં ગેરકાયદેસર કબ્જો હાલમાં ચાલુ રાખી દુકાન પચાવી પાડી હતી. જે મામલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં કૌશિકભાઈએ આરોપી ભુપેન્દ્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનાની નોધણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW