HomeGujaratમોરબીના જૂના નાગડાવાસ ગામમાં પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 2.27 લાખનો વિદેશી દારૂ...

મોરબીના જૂના નાગડાવાસ ગામમાં પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 2.27 લાખનો વિદેશી દારૂ મળ્યો

દિવાળી પર્વ નજીક આવતા ની સાથે જાણે બુટલેગરોએ દારૂ ઘુસાડી રેલમ છેલ કરવાનું નક્કી કર્યું હોય તેમ અલગ અલગ સ્થળેથી દારૂ ઘુસાડી રહ્યા છે જોકે કેટલીક જગ્યાએ પોલીસની ઝપટે ચઢી રહ્યા છે ગઈ કાલે અણીયારી ટોલનાકા પાસે બિનવારસી કારમાંથી દારૂ મળ્યા બાદ મોરબી એલસીબીની ટીમેં જુના નાગડાવાસ ગામમાં આવેલા રહેણાંક મકાનમાં ત્રાટકી હતી અને ઘરની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મારુતિ 800 કારની તલાસી લીધી હતી તલાસી લેતા તેમાંથી અલગઅલગ બ્રાંડની વ્હીસીકીની રૂ 250228ની કિમતની 318 બોટલ દારૂ મળી આવતા કાર મળી કુલ 3 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જોકે હજુ એલસીબી 2 .50 લાખનો દારૂ પકડ્યાને વધુ સમય ન હતો થયો ત્યાં જૂના નાગડાવાસમાં આવેલા ભાવેશ ઉર્ફે મુન્નો ધ્રાંગાના ડેલામાં જીજે 36 એફ 2046 નંબરની ક્રેટા કારમાં વિદેશી દારૂ છુપાવેલા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાંડનો 336 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત 7.27 લાખનો મુદામાલ જપ્ત કરી આગળનો મુદામાલ જપ્ત કરી કારના ચાલક તેમજ તના માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW