મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે નવલખી રોડ પાસે આવેલ શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં રેડ મારતા ત્યાં આરોપી અંકિતભાઈ અરુણભાઈ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે શખ્સના ધરેથી વિદેશી દારૂની કુલ 28 બોટલો કુલ રૂ.- 14,595નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

