મોરબીના ભડીયાદ રોડ નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા નામની મહિલાએ ગત તા.-24/10/2024ના રાત્રીના આશરે અગીયાર વાગ્યાની આસપાસ કોઈ કારણસર પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

