માળીયા-મિયાણા તાલુકના પ્રથમ બનાવમાં મોટાભેલા ગામે પીયુષભાઇ નાથાભાઇ ખાંભલીયા નામનો સગીર તળાવમાં ન્હાવા ગયેલ હોય અને કોઈ કારણોસર પાણીમા ડુબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં માળીયાના જસાપર ગામે રહેતો અને મૂળ મહારાષ્ટનો વતની વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ નામનો યુવાન ગઈકાલના રોજ મોટીબરાર જસાપર ગામના તળાવમા ન્હાવા ગયેલ હોય અને કોઈપણ કારણૉસર તળાવમા ડુબી જવાથી તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધી કરી છે.

