મોરબીમાં જન્મ દિવસની ગરિમા પૂર્ણ અને દિવ્ય સંસ્કૃતિના જતન સ્વરૂપ ઉજવણી કરી. તા:- 20/10/2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલ ભાઈ અઘારાનો જન્મ દિવસ હતો. વાવડી મુકામે ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે પરિવાર સાથે ઉપસ્થિત રહી જન્મ દિવસ ની મંગલમય ઉજવણી કરી હતી. બાળકો સાથે વાતોની આપ લે અને અલ્પાહાર કયો હતો. કેન્દ્ર સંચાલક જમનાબેન મકવાણાએ વિપુલભાઈનું કુમકુમ તિલક થી સ્વાગત અને કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું. ડો. હેડગેવાર સ્ ગવમારક સમિતિ ના મંત્રી વિપુલભાઈ અઘારાએ માનવ મૂલ્ય અને સમરસતા ના ઉદાહરણ સ્વરૂપે અનોખી રીતે જન્મ દિવસ ઉજવી ને પ્રેરણાત્મક કાર્ય કર્યું.

