HomeGujaratમોરબીમાં ગઈકાલે બનેલ બે અપમુત્યુના બનાવમાં 2 ના મોત

મોરબીમાં ગઈકાલે બનેલ બે અપમુત્યુના બનાવમાં 2 ના મોત

મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ખેવારીયા ગામના વતની વિનોદભાઈ કરશનભાઇ શેરસિયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે ખેવારીયા ગામે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ડેમુ ટ્રેન હડફેટે આવી જતા માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા આંબાલાલ મુળજીભાઈ કોરડીયા નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW