HomeGujaratમોરબીમાં સોની વેપારીને રીક્ષામાં બેસાડી રૂ93 હજારના દાગીના સેરવી જવાની ઘટનામાં એક...

મોરબીમાં સોની વેપારીને રીક્ષામાં બેસાડી રૂ93 હજારના દાગીના સેરવી જવાની ઘટનામાં એક મહિને ફરિયાદ

રાજ્કોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સૌની કામ કરતા જયસુખભાઇ બચુભાઇ લખતરીયા નામના સોની વેપારી મોરબી ગત તા 21 સપ્ટેમ્બરના રોજ અન્ય વેપારીએ દાગીનાનો ઓર્ડર આપેલા હોવાથી તે ઓર્ડર આપવા આવ્યા હતા મોરબીના જુના બસ સ્ટેશને તેઓ બસ માંથી નીચે ઉતરી રીક્ષા તરફ જતા એક સીએનજી રીક્ષામાં બેઠા હતાઆ રીક્ષામાં અગાઉથી ત્રણ લોકો બેઠા હતા જેમાંથી એક વ્યક્તિ આગળ જતી રહી હતી બાદમાં આ રીક્ષા તેઓને વિજય ટોકીઝ પર ઉતારી નીકળી ગઈ હતી આ દરમિયાન જયસુખભાઈની નજર થેલા પર પડતા થેલાની ચેન ખુલ્લી હતી જેથી તપાસ કરતા અંદર રાખેલા 500 ગ્રામ ચાંદીની વીટી, પગની વીટી માછલી, સોનાની કાપ સહિતના રૂ 93 હજારની કિમતના દાગીના ગાયબ હતા જેથી તેઓમોરબીમાં જ્યાં દાગીના આપવા આવ્યા હતા તેને જાણ કરી હતી જોકે ઘટનાની તેઓએ તાત્કાલિક ફરિયાદ કરવાના બદલે રાજકોટ જતા રહ્યા હતા અને એક મહીને ફરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ફરિયાદ નોધાવવા આવતા પોલીસે ફરિયાદ આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
મોરબીમાં એક મહિના પહેલા દાગીના સેરવી જવાની ઘટનામાં હવે ફરિયાદ નોધાતા તર્ક વિતર્ક સર્જાયા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW