HomeGujaratવિધી કરવાના બહાને 3 લાખ 30 હજારની છેતરપિંડીની ફરીયાદ નોધાઇ

વિધી કરવાના બહાને 3 લાખ 30 હજારની છેતરપિંડીની ફરીયાદ નોધાઇ

મોરબીના શકત શનાળામાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાનો ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘરમાં અવાર નવાર બીમારી રહતી હોય, જે બાબત ભરતભાઈના પિતાએ નીલેશગીરીને કહેલ હતી. ત્યારે નીલેશગીરીએ ધાર્મિક વિધિ કરાવી પડશે તેવું કહેતા ભરતભાઈના પિતાએ ઘરમાં ધાર્મિક વિધિ માટે હા પડેલ હતી. જે બાદ બીજા દિવસે સવારના સમયે નીલેશગીરી ઉર્ફે નવીનગીરી ગોસાઈ તેના ઘરે આવેલ અને ધાર્મિક વિધિ કરવા માટે નીલેશગીરીએ સોનાની ચેઇન, સોનાનાં કાપ, સોનાની બુટી તેમજ રોકડા 50 હજારની માંગ કરી હતી, જેથી ઘરમાં શાંતિ અને કોઈ બીમારી નહિ થાય તેવું કહી ભરતભાઈના સોનાના દાગીના નીલેશગીરી પાસે રહેલ કપડામાં બાંધીને એક રૂમમાં વિધિ કરવાના બહાને જઈ અને ત્યાંથી બહાર નીકળીને ભરતભાઈ ને જણાવ્યું કે, આ કપડામાં બાંધી પોતાની પાસે રાખેલ છે, જે તમે સવા મહિના બાદ ખોલજો જેથી તમારા ઘરમાં શંતિ અને કોઈ બીમારી નહી આવે તેવું કહી નીલેશગીરી ગોસાઈ જતા રહ્યા હતા. જે બાદ સવા મહિના પછી ભરતભાઈએ તે કપડું ખોલતા તેમાંથી લોટ નીકળ્યો હતો. જેથી ભરતભાઈના સોના દાગીના અને રોકડ રૂ લઇ સાધુ નીલેશગીરીએ છેતરપીંડી કરી હતી, આ બનાવ અંગે ભરતભાઈને જાણ થતા તેને નિલેશગીરી ઉર્ફે નવીનગીરી ગૌસાઈની વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી બાબતની ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW