HomeGujaratનાના રામપર સહકારી મંડળીના પ્રમુખ બરખાસ્ત , નાણાકીય ગેરરીતી સામે આવતા જિલ્લા...

નાના રામપર સહકારી મંડળીના પ્રમુખ બરખાસ્ત , નાણાકીય ગેરરીતી સામે આવતા જિલ્લા રજીસ્ટ્રારએ કર્યો આદેશ

મોરબી તાલુકાના નાના રામપર સહકારી મંડળીમાં સભાસદોની તેમજ સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટ્રારની જાણ બહાર પ્રમુખ રણુભા આલુભા ઝાલા દ્વારા નિયમ વિરુદ્ધ જઈને સામાન્ય સભા બોલાવી મનસ્વી નિર્ણય લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા રણુભા આલુભા ઝાલાને નોટીસ ફટકારી જવાબ આપવા આદેશ કર્યો હતો જોકે રણુભા દ્વારા રજુ કરવામાં આવેલા જવાબ સંતોષ કારક ન હોવાનું તેમજ તેમજ જીલ્લા રજીસ્ટ્રારની તપાસમાં હતી જેમાં મોટાભાગના સભ્યો ગેર હાજર હોવા છતાં ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા આ ઉપરાંત સહકારી મંડળીની ઓફીસ વ્યવસ્થાપક કમિટીના સભ્ય રણુભા આલુભા ઝાલાના ઘરે બેસતી હોય જેના ખોટી રીતે ભાડું વાર્ષિક ૧૨૦૦૦ વસુલ કર્યા હોવાનું બિયારણનો સ્ટોક રાખવા ગોડાઉનનું તું 3000 ભાડું ખોટુ વસુલ કરવામાં આવ્યું હતું આં ઉપરાંત પ્રમુખ દ્વારા નિયમ વિરુદ્ધ પોતાના પુત્રને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું જેથી સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટ્રાર બી એન પટેલ દ્વારા નાના રામપર મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલાનેમાંથી હટાવવા હુકમ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW