HomeGujaratમોરબીના પાવડીયારી પાસે ડમ્પર હડફેટે ચઢી જતા યુવકનું મોત

મોરબીના પાવડીયારી પાસે ડમ્પર હડફેટે ચઢી જતા યુવકનું મોત

મોરબીના જેતપર રોડ પર આવેલા પાવડીયારી નજીક આવેલા સ્કાઇપ સિરામિકનામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા પ્રેમસીંગ રામ સિંગ દાગી નામનો ૩૫ વર્ષનો યુવક ગત તા 13ના સાંજના સમયે શાકભાજી લેવા તેની ફેક્ટરીથી પાવડી યારી તરફ આવવા નીકળ્યો હતો જોકે અચાનક પાવડીયારી પાસે આવેલા ઉમિયા મિનરલ નામની ફેક્ટરી સામે GJ02XX 7690 નંબરનો ડમ્પર અચાનક આવી ચઢ્યો હતો અને પ્રેમસીંગને હડફેટે લેતા તેના શરીરમાં અલગ અલગ સ્થળે ગંભીર ઈજા પહોચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન તેની તબિયત વધુ લથડતા સોમવાર ના ઓરજ રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો. જોકે રસ્તામાં જ પ્રેમસીંગનું મોત થઇ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ પરત લાવ્યા હતા બનાવ અંગેની જાણ થતા પ્રેમસીંગના ભાઈ જીવનસિંગ રામસિંગ દાગી આવી પહોચ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરીહતી મૃતક મૂળ મધ્ય પ્રદેશના ભોપાલ નજીક કાલુ ખેડી ગામના વતની હોય તેને સંતાનમાં એક દીકરો અને બે દીકરી હોય પત્ની તેની સાથે અણ બનાવ હોવાથી ભાગી જતા છેલ્લા ૧૦ વર્ષથી મોરબીમાં મજુરી કામ કરતો હતો પ્રેમસિંગના મોત થી ત્રણ સંતાન નોધારા બની ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW