મોરબી તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મોરબી માળિયા હાઈવે અપર આવેલા ગાળા ગામના પાટિયા પાસે આવેલી સુખ સાગર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા પ્રોપેન ગેસના ટેન્કરમાંથી પાઈપ દ્વારા ગેર કાયદે પ્રોપેન ગેસની ચોરી કરવામાં આવતી હોય આ બાતમી આધારે તાલુકા પોલીસમથકના એ એસ આઈ સબળસિંહ સોલંકી,હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચાવડા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા NL 01 L 5465 નંબરના ટેન્કરમાંથી ગેર કાયદે પ્રોપેન ગેસની ચોરી કરવામાં આવતી હોવાની જાણ થતા તુરત તાલુકા પોલીસે ત્યાં હાજર શખ્સનું નામ પૂછતાં તેનું નામ શેતાનકુમાર સુર્જનરામ બાંગડવા જણાવ્યું હતું આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ટેન્કરના ત્રણ વાલ્વમાંથી એક વાલ્વમાંથી આરોપીઓ દ્વારા ગેર કાયદે પાઈપ લગાવી પાસે માધવ મીની ઓઈલ લખેલી એક ગોડાઉન જેવા દેખાતા શેડ સુધી પાઈપ પહોચાડી તેમાં અલગ અલગ નાંના મોટા સીલીન્ડરમાં ગેસ ચોરી કરી રીફીલીંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પર થી અલગ અલગ કમ્પનીના નાના મોટા ૫૦ જેટલા ગેસ સીલીન્ડર જેની અંદાજીત ૧ લાખ કીમત ઉપરાંત જેના થકી ગેસ રીફીલીંગ થતું હતું તે પાઈપ ઉપરાંત બાઈક સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત હાલ ટેન્કરમાં જ્વલંતશીલ ગેસ ભરાયેલા હોવાથી પોલીસે ટેન્કરનો ક્બ્જો મેળવી પોલીસ મથક ખાતે લાવ્યા બાદ મૂળ માલિકને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

આ બનાવમાં પોલીસે NL 01 L 5465 નંબરના ટેન્કર ચાલક અને શેતાનકુમાર સુર્જનરામ બાંગડવા તેમજ માધવ ઓઈલ મિલના કબજેદાર સામે ફરિયાદ નોધી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

