HomeGujaratમોરબી અને હળવદમાં રૂ. 85 લાખના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓના કેબીનેટ મંત્રીના...

મોરબી અને હળવદમાં રૂ. 85 લાખના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓના કેબીનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ 

વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષિત કરાયા.
 
મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે  રૂ.85 લાખના ખર્ચે મોરબી તેમજ હળવદના નવા દેવળીયા ખાતે તૈયાર થયેલા નવા સરકારી પશુ દવાખાનાનું  કેબીનેટ મંત્રીની હાજરીમાં લોકાર્પણ કરાયુ હતું. 
     
મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે રાજ્ય સરકારની નેમને પરિપૂર્ણ કરવા માટે રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારનો પશુપાલન પ્રભાગ પણ કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો. આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવીસિંહજીએ વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન માટેની કૃત્રિમ બીજદાન અને આઈ.વી.એફ. ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
     
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પ્રાસંગિક પ્રવચન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર- કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે મોરબી જિલ્લામાં મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ માટે રૂ. 4.75 કરોડની રાજ્ય સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ વર્ષ 2023-24 માં રાજ્યમાં કુલ રૂ. 434 કરોડથી વધુ રકમની સહાય ગૌશાળા- પાંજરાપોળની ચૂકવવામાં આવી છે અને મોરબી જિલ્લામાં રૂ.5 કરોડ 32 લાખની સહાય ચુકવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW