HomeGujaratમોરબીમાં મારી સામે કેમ જુએ છે કહી યુવક પર ચાર શખ્સે ધોકાથી...

મોરબીમાં મારી સામે કેમ જુએ છે કહી યુવક પર ચાર શખ્સે ધોકાથી ફટકાર્યો

મોરબીના વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી ઇકબાલભાઈ કરીમભાઈ વડાવરીયાએ આરોપી ઝુબેર ઉર્ફે બબુડો, અકરમ શાહમદાર, કિશન ઉર્ફે કે.કે.સિલવા, વિશાલ કોળી અને સિકંદર મિયાણા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ઝુબેર ઉર્ફે બબુડાએ ઇકબાલભાઈને સામે કેમ જુવે છે કહી કહ્યું હતું કે, અમે હવે આ શેરીમાં રહેવા આવ્યા છીએ શેરી છોડીને જતો રહેજે, કહી ઢીકા પાટુનો માર મારી બાદમાં ઝુબેરે છરી કાઢી સાહેદ મુસ્તાકને મારી દઈ ફરિયાદીના પત્ની હીનાબેન વચ્ચે પડતા તમામ આરોપીઓએ મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી. જયારે બીજી તરફ સામાપક્ષે જનકનગરમાં જ રહેતા ઝુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયકે આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણી કરીમભાઈ વડાવરિયા, મુસ્તાક સોલંકી અને ઈરફાન ઘાંચી વિરુદ્ધ ગાળો આપી છરી વડે હુમલો કરી ફરિયાદીને તેમજ સાહેદ અકરમને ઢીકા પાટુનો માર મારી ઈજા પહોચાડતા તેને આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW