HomeGujaratમોરબીમાં યમરાજના ધામા એક દિવસમાં અપમુત્યુના પાંચ બનાવમાં 5ના મોત

મોરબીમાં યમરાજના ધામા એક દિવસમાં અપમુત્યુના પાંચ બનાવમાં 5ના મોત

(1) મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુસુફભાઈ નુરમામદભાઈ ખુરેશી ઉ.વ.50એ ગઈકાલે સવારના આઠેક વાગ્યે પોતાના ઘરે થી ઈંન્દીરાનગર એ.બી.કોરપોરેશન ગોડાઉન ખાતે કામ કરવા માટે ગયેલ હતા. ત્યારે બપોર ના 11 વાગ્યે એકદમ અચાનક ચકકર આવતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીની ઉંચી માંડલ નજીક નેક્ષોન સીરામીકના સ્ટાફ ક્વાર્ટ્સમાં રહેતા મોનુભાઇ વિજયકુમાર સિંઘ નામના યુવાને ગઈકાલે કોઇ અગમ્ય કારણોસર નેક્ષોન સીરામીક સામે આવેલ ખરાબામાં ઝાડ સાથે દોરી વડે લટકી જઈ ગળેફાસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ કરી છે.

(3) મોરબીના પીપળીયા ગામે રહેતા રવજીભાઇ કરશનભાઇ મુછડીયા નામના યુવાનને ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધણી કરી છે.

(4) વાંકાનેરના વઘાસીયા ગામે રહેતા લખનભાઇ સુરેશભાઇ ચૌહાણએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા.

(5) હળવદ : ઉમશભાઇ હમીરજી જાડેજા નામના યુવાન અમદાવાદના સાણંદ અંબાજીના મંદિર પાસે રહેતો હોય અને તેની પત્ની થી છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય જે મનમા લાગી આવતા ગઈકાલના રોજ હળવદની કનૈયા હોટલના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લઇ જીવન ટુકાવ્યું હતું. પોલીસ તપાસમાં મરણ જનારનો લગ્ન ગાળો 15 વર્ષ હોય તેવું જાણવા મળ્યું છે.

(6) ધ્રાંગધ્રા તાલુકાના કુંડા-જસમતપર ગામની સીમમાં કેનાલમાં તણાઈ ગયેલ મુકેશભાઈ ગોરધનભાઇ સજાણીનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી મળી આવતા આ બનાવમાં સંબંધિત પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW