ભચાઉ તાલુકાના વોધ ગામના બાબુભાઈ ભીખાભાઈ મીયોત્રાનો પુત્ર દિલીપ મીયોત્રા ગરબા જોવાના નામે ઘેરથી નીકળી ગયા બાદ એક મંજુ નામની યુવતીને પ્રેમ લગ્નના ઈરાદે ભગાડી લઇ ગયો હતો આ અંગેની જાણ યુવતીના પરિજનોને થતા તેઓએ તેનો પીછો કર્યો હતો અને માળિયા મિયાણા કચ્છ નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટેલે પહોચ્યા હતા અને ત્યાંથી દિલીપ મીયોત્રા,મહેશ ભીખાભાઈ બારોટ અને કાનજી રામજી મીયોત્રા નામના ત્રણ યુવાનોનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું હતું અને સુમિત નામના શખ્સની વાડીએ લઇ ગયા હતા જે અંગે બાબુભાઈ મીયોત્રાએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે અપહ્યત યુવકોની શોધખોળ કરી તેને છોડાવ્યા હતા અને આં ઘટનામાં પોલીસે કાંતિ રમેશ લોચા,રમેશભાઈ રવાભાઈ દાફડા, નરેશભાઈ વીરજી ભાઈ દાફડા, ભરતભાઈ વીરજી ભાઈ દાફડા, મનસુખ ઉર્ફે મનોજ નામોરી દાફડા અને કિશોર ઉર્ફે કિશન નારણ ચૌહાણની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

