HomeGujaratCentral Gujaratકડીના જાસલપુર નજીક ફેક્ટરીમાં ચણતર વખતે માટી ધસી પડતાં 9 મજૂરોનાં દટાઈ...

કડીના જાસલપુર નજીક ફેક્ટરીમાં ચણતર વખતે માટી ધસી પડતાં 9 મજૂરોનાં દટાઈ જવાથી મોત

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુરમાં આવેલી સ્ટેલીનોક્સ સ્ટેનલેસ પ્રા.લિ.કંપનીમાં દશેરાના દિવસે બપોરે ચણતર કામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરતા મજૂરો પર માટી ધસી પડી હતી આ ઘટના માં ત્યાં કામ કરતા આશીષ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ), આયુષીબેન આશિષભાઈ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ), મુકેશ કમોળ (મૂળ રહે. ખરસાણા, તાલુકો-ઝાલોદ), શૈલેષ બારીયા (મૂળ રહે. સાખલીયા, તાલુકો-ઝાલોદ), રાજુ મેઢા (મૂળ રહે.રામપરા, તાલુકો-લીમખેડા), અરવિંદ બારીયા (મૂળ રહે.ઝાલોદ), ગંગાબેન કમલેશ કટારા (મૂળ રહે. તરકીયા, જિ-બાસવાડા, રાજસ્થાન), જગન્નાથ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન), મહેન્દ્રભાઈ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન) નામના સાત પુરુષ અને બે મહિલા સહિત 9 મજૂરોનાં દટાઈ જવાથી મોત થયાં હતાં, જ્યારે એક મજૂરને બચાવી લેવાયો હતો.

આ મજૂરો દાહોદ અને રાજસ્થાનના હતા. પ્રાથમિક દૃષ્ટિએ દુર્ઘટનામાં ફેક્ટરી સંચાલકોની બેદરકારી હોવાનું પોલીસે કહ્યું છે. સુરક્ષા સાધનો વગર જ મજૂરો 22 ફૂટ ઊંડા ખાડામાં ચણતર કામ કરી રહ્યા હતા. આરસીસી સ્ટ્રક્ચરને અડીને માત્ર ત્રણ ફૂટની દીવાલની ભેખડ નરમ પડતાં માટી ધસી ગઈ જેનાથી મજૂરો માટીના ઢગલા નીચે દબાઈ ગયા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી, બાદમાં પીએમ અર્થે 9 લોકોને હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 11-11 લાખની સહાય આપી હતી એટલે પરિવારજનો મૃતદેહ સ્વીકારીને વતન ઝાલોદ અને ત્રણ પરિવારજનો રાજસ્થાન જવા રવાના થઈ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW