માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગર વિસ્તારમાં રહેતા નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા નામની મહિલાના ઘરમાંથી પાણી નીકળી શેરીમાં જતું હોય જે બાબતનો ખાર રાખી સુરેશ અવચર ભાઈ ઇન્દરિયા નામની વ્યક્તિએ નિર્મળાબેનના પતિ ચંદુભાઈ છગનભાઈ મકવાણા સાથે ઝઘડો કર્યો હતો અને માથાના ભાગે લોખંડના પાઈપથી હુમલો કરતા ચંદુભાઈને ગંભીર ઈજા પહોચી હતી આ દરમિયાન નિર્મલા બેન પતિને બચાવવા વચ્ચે પડતા અરૂણભાઈ અવચરભાઈ ઇન્દરિયા,વીજય અવચર ઇન્દરિયા અને અશોક અવચરભાઈ ઇન્દરિયાએ પણ ધોકાથી નિર્મલા બેન અને તેના પિતા મહાદેવભાઈને પણ ઈજા પહોચાડતા તમામને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે ચંદુભાઈને ગંભીર ઈજા પહોચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે નિર્મળાબેને માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

