HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે બનેલ ચાર આપઘાતના બનાવથી 4ના મોત

મોરબી જિલ્લામાં ગઈકાલે બનેલ ચાર આપઘાતના બનાવથી 4ના મોત

(1) મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા ટપુભાઈ ઉર્ફે મનુભાઈ હમીરભાઈ પરમાર ઉ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે એસિડ પી લેતા તેને સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

(2) મોરબી નજીક આવેલ એબીસી રિફેક્ટ્રી કારખાનામાં ગઈકાલના રોજ પાણીની કુંડીમાં ડૂબી જતાં અનસુમત કમલભાઈ વસાવા નામના 3 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

(3) મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓઝોન વિટ્રીફાઈડ કારખાનામા કામ કરતા ઉધારણ અસંડા ઉ.39 નામના શ્રમિકને અચાનક લોહીની ઉલ્ટીઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી છે.

(4) મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા માનુબેન જયંતીભાઈ સારલા ઉ.50 નામના આધેડ મહિલા માનસિક બીમાર હોવાથી દવા લેવા છતાં સારું ન થતા અંતે કંટાળી ગઈકાલના રોજ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW