HomeGujaratહળવદમાં પિતરાઈ ભાઈ બહેન વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો, સમાજના ડરે સજોડે ફાંસો...

હળવદમાં પિતરાઈ ભાઈ બહેન વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો, સમાજના ડરે સજોડે ફાંસો લગાવી કર્યો આપઘાત

હળવદના માનસર ગામમાં આવેલી બની વાડી વિસ્તારમાં 220 કેવીના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો પ્રથમ દ્રષ્ટીએ પ્રેમી યુગલે આપઘાત કર્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃત દેહનો કબજો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ બન્નેના કુટુંબી જનો હોસ્પિટલ પહોચતા પ્રેમી યુગલ અન્ય કોઈ નહિ પણ સગા કાકા બાપાના દીકરા હોવાનું સામે આવ્યું હતું અને સમાજ એક નહી થવા દે તેવા ડરથી પગલું ભર્યા હોવાનું સામે આવ્યું હતું મૃતક યુવતીનું નામ આરતી નવલભાઈ તડવી ઉમર વર્ષ 20 જયારે યુવકનું નામ સંજયભાઈ કનુભાઈ તડવી ઉમર વર્ષ 23 હોવાનું સામે આવ્યું હતું બન્ને વચ્ચે પિતરાઈ ભાઈ બહેનનો સંબંધ હતો. તેમજ એક બીજાને પસંદ પણ કરવા લગતા અને લગ્ન કરવા માંગતા હોય પરંતુ સમાજ એક નહીં દેવાના ડરે ગળેફાંસો ખાધો હતો. જે બાદ પરિવાર દ્રારા બનેની શોધખોળ કરતા બની વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા, હાલ બનાવ અંગે હળવદ પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી બન્ને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા બાદ બન્નેના પરિવારને સોપી દીધા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW