HomeGujaratમોરબીમાંથી બાઈક ચોરી કરનાર રીઢા બાઈક ચોરને SOGએ દબોચી લીધો 

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર રીઢા બાઈક ચોરને SOGએ દબોચી લીધો 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વાહન ચોરી કરનાર ઈસમને SOGની ટીમે ત્રાજપર ગામ પાસેથી ઝડપી લીધો હતો અને ચોરી થયેલ બે બાઈક જપ્ત કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન ત્રાજપર ચોકડી સર્વિસ રોડ પર એક ઇસમ બાઈક સાથે નીકળતા રોકીને કાગળો બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય જેથી ઈ ગુજ્કોપ મોબાઈલ પોકેટ કોપ સર્ચ કરતા વાહન માલિકનું નામ બાબુભાઈ પુંજાભાઈ ભંખોડીયાના હોય જે આઠેક માસ પૂર્વે ચોરી થયાનું ખુલ્યું હતું અને ઝડપાયેલ  શખ્સની  પૂછપરછ કરતા પોણા બે વર્ષ પૂર્વે ઘૂટું ગામે એક નવું હોન્ડા ચોરી કરી લઇ જતા નગર દરવાજા ચોકમાં ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન ડીટેઈન થઇ ગયું હોય જે બાઈક જીજે ૩૬ એન ૩૯૯૬ ડીટેઈન થયેલ પડ્યું હોય જેના માલિકનું નામ જગદીશ પ્રેમજીભાઈ સોરીયા હોવાનું જાણવા મળતા પોલીસે  આરોપી નાનકો ઉર્ફે દીપક રેમસિંગ બાંભણીયા (ઉ.વ.૨૧) રહે હાલ ખાખરા ગામ તા. પડધરી મૂળ રહે એમપી વાળાને ઝડપી લઈને બે બાઈક કબજે લીધા છે. ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બે બાઈક ચોરી ઉપરાંત રાજકોટના પડધરી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ચોરીના બે ગુના નોંધાઈ ચુક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW