વાંકાનેરના પંચાસર ગામની સીમમાં આવેલ ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયાએ તેની વાડીમાં શિયાળુ પાકની 400 મણ ડુંગળી રફીકભાઈ રસુલભાઈ શેરસિયાના કુકડા કેન્દ્રમાં રાખેલ હતી. જ્યાંથી અજાણ્યા તસ્કરો ગત તા.4ના રોજ રૂ. 3 લાખની કિંમતની ડુંગળી ચોરી કરી ગયા હતા. જે બાદ વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે તે ડુંગળી ચોર શબીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા, જાબિર સાજીભાઈ બાદી અને નજરૃદીન અલીભાઈ બાદી નામના ત્રણ શખ્સોને રૂ.- 3,11,370 ના મુદામાલ, એક કટ્ટો ડુંગરી કિંમત રૂ. 1600 અને 3 લાખની કિંમતના ટ્રક સાથે આરોપીને ઝડપી લઈ ડુંગરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

