મોરબી જિલ્લામાં સતત વધી રહેલ વીજચોરીના દૂષણ સતત વધી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં ડિમાન્ડ કરતા વધુ વીજ વપરાશ થતાં મોટાં પાયે વિજ લોસ થતાં સમયાંતરે વિજલન્સ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવે છે ત્યારે આજે મોરબી જિલ્લાના ત્રણ તાલુકા મોરબી વાંકાનેર અને હળવદ તાલુકામાં 11-11ટીમ મળી કુલ 33ટીમની ફોજ ઉતરી હતી અને રહેણાક અને કોમર્સિયલ કનેકશનમાં તપાસ હાથ ધરી હતી અને ત્રણેય તાલુકામાં થી એક દિવસના 54 કનેક્શનમાં વીજ ચોરી સામે આવી હતી પ્રાથમિક તપાસમાં આં વીજ ચોરી રું24 લાખ ની હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા તમામ વીજ કનેક્શન કાપી લેવામાં આવ્યા હતા અને તમામ કનેક્શન ધારકોને 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.
