HomeGujaratસામખીયારી બ્રિજ પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, 10ને ઈજા 3ના મોત

સામખીયારી બ્રિજ પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, 10ને ઈજા 3ના મોત

માળિયાના ખાખરેચી ગામના યાત્રાળુઓ કચ્છમાં આવેલ માતાના મઢથી દર્શન કરી પરત ફરતાં હોય તે દરમિયાન સામખીયારી બ્રિજ પાસે ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં 10થી વધુ લોકો હતા, જેમાં ટ્રેકટરમાં સવાર તમામને લોકોને નાની-મોટી ઈજાઓ પહોચી હતી. તેમજ ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. હજુ પણ આ ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા છે. તમામ ઈજા ગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી મુજબ માળિયાના ખાખરેચી ગામના નિવાસી (1) જીવતીબેન બીજલભાઈ (2) વનીતાબેન નવઘણભાઈ (3) વિવેક ગોરધનભાઈ આ ત્રણ ઘટના સ્થળે મોત થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW