મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા બચુભાઇ ઉર્ફે બચ્ચન જેઠાભાઇ સોંલકી અગાઉ તેના મિત્ર ના ધરે અવાર નવાર જતો હોય અને બચુભાઇના મિત્રનો સાળો મહેશભાઇ રમેશભાઇ લોચાની બહેનને ભગાડીને લઇ ગયેલ હોવાને લઇ તેનો રોષ રાખી આરોપી રાહુલભાઇ કરશનભાઇ મુછડીયા, નિતીનભાઇ કરશનભાઇ મુછડીયા તથા મહેશભાઇ રમેશભાઇ લોચાએ ફરીયાદી સાથે સાથે બોલાચાલી કરી ગાળો આપી ઇટ વડે મારી ઇજા કરી જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી. આ બનાવ અંગે બચુભાઈએ તે ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી છે.

