HomeGujaratટંકારમાં પોલીસ દ્વારા બે સ્થળે દરોડા પાડતા રૂ.- 30 લાખનો વિદેશી દારૂનો...

ટંકારમાં પોલીસ દ્વારા બે સ્થળે દરોડા પાડતા રૂ.- 30 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

ટંકારા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા છત્તર જીઆઈડીસી પાસે આવેલ પોલીમર્સના ગોડાઉનમાં રેડ મારતા ત્યાંથી અલગ-અલગ વિદેશી દારૂની કુલ 25,056 બોટલો કુલ રૂ.- 28,05,120નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આ ગોડાઉનમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા ઇસમોની પકડી પાડવા શોધખોળ કરી છે.

આ ઉપરાંત ટંકારાના નેકનામ-સખપર રોડ નજીક બાવળ ની કાંટમાં પડતર જમીનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર ટીન તથા વીવો કંપનીનો મોબાઇલ મળી કુલ કિ.રૂ. 2,19,440ના મળેલ મુદામાલ પોલીસે કલ્પેશભાઈ જેરામભાઈ દારોદરા નામના શખ્સને પકડી લીધો હતો અને આ બનાવમાં આશિફ્ભાઈ કડીવારનું નામ ખુલ્યું હતું, ટંકારા પોલીસે તે બે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW