લોકોને બીમારીમાંથી સાજા કરતી દવાઓ હવે લોકોને બીમાર કરે તેવી સ્થિતિ બની ગઈ છે આ વાત ખુદ દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવી છે સી એસ ડીઓ ની યાદી જાહેર થઈ છે જેમાં કેલ્શિયમ વિટામીન d3 સપ્લીમેન્ટ એન્ટી ડાયાબિટીસ ગોળીઓ પેરાસ્ટા મોલ હાઈ બ્લડપ્રેશર સહિતની દવાઓનો સમાવેશ થાય છે આ તમામ 53 પ્રકારની દવાઓ ક્વોલીટી ટેસ્ટમાં પહેલ થઈ ગઈ છે પ્રતિબંધિત દવાઓની આ યાદીમાં ખેંચ આવવી એન્ઝાઈટમાં વપરાતી કલોનાઝેપામ ટેબ્લેટ, પેન કિલર ડી ક્લોફેનાક શ્વાસ સંબંધી એમબ્રોકઝોલ, એન્ટી ફંગલ લુકકો નાઝોલ અને કેટલીક મલ્ટી વિટામિન અને કેલ્શિયમની ગોળીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તાવ અને શરદી ઉપરાંત આનો સામાન્ય રીતે પેઇનકિલર, મલ્ટી-વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ તરીકે ઉપયોગ થતો હતો.
સરકારે કહ્યું હતું કે એના ઉપયોગથી મનુષ્યો માટે ખતરાની સંભાવના છે, તેથી દેશભરમાં આ દવાઓનાં ઉત્પાદન, વપરાશ અને વિતરણ પર પ્રતિબંધ રહેશે.

