મોરબીના લાલપર ગામે ફેબ્રિકેશનનું કામ કરતા અને ન્યુ પ્લોટ એરિયામાં રહેતા મૂળ બિહારના વતની અજયકુમાર મનભરનસિંહ રાજપુતને ગત તા.28 મે 2024ના રોજ તેમને વોટ્સએપ કોલ આવ્યો હતો અને પાર્ટ ટાઈમ જોબ તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવાના નામે ડીસીએકસ કંપનીમાં કામ કરવાનું જણાવી અલગ અલગ ટાસ્ક પુરા કરો તો રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. અજયકુમાર આ ચીટરોની વાતમાં આવી ગયો હતો. બાદમાં આ ગેંગે અજય કુમાર પાસેથી બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લઈ ટેલિગ્રામ ડાઉનલોડ કરાવી 200 રૂપિયા તમને મળ્યા છે ગૂગલ પે એકાઉન્ટ નંબર આપવા જણાવી બેંકની ડિટેઇલ મેળવી લઇ બેંકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી કુલ મળી 36, 11, 050 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે અજયકુમાર મનભરન સિંહે (1) મો.નં-7656807450 વાળા (2) Federal Bank બેન્ક ખાતા-9998012403399 (3) Indian Bank બેન્ક ખાતા-7785158532 (4) IDFC First Bank ખાતા નં-5555498762 (5) Bandhan Bank ખાતાનં-20200047418040 (6) Federal Bank ખાતા નંબર-11660100315652 (7) NSDL Payments Bank Ltd ખાતા નં-501026789951 (8) Federal Bank ખાતા નં-12790100325093 ના ધારકો દાહિત કુલ આઠ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

