સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો બ્રોડ ગેજ ટ્રેક છેલ્લા 20 વર્ષથી તૈયાર હોવા છતાં રેલ્વે વિભાગ દ્વારા ટ્રેન દોડાવવામાં આવતી નથી 2003 ચાલતી આનંદ એક્સપ્રેસમાં મુસાફરો ન મળતા હોવાનું બહાનું આગળ ધરી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જવા માટે માત્ર રોડ વ્યવહાર એક માત્ર વિકલ્પ હતો મોરબીથી અનેક વખત સામાજિક કાર્યકર દ્વારા આ મુદે રાજકોટ ડી આર એમથી લઇ રેલ્વે મીનિસ્ટર સુધી રજૂઆત બાદ હવે રેલ્વે તંત્રની ઊંઘ ઉડી હોય તેમ છેક 20 વર્ષ બાદ રાજકોટ-ભૂજ વચ્ચે રેલ્વે સુવિધા શરુ કરવા ગતિવિધિ તેજ થઇ છે
રાજકોટ-ભુજ વચ્ચે ટ્રેન દોડાવવાનું નક્કી કરાતા મુસાફરોને રાહત મળશે. હાલમાં દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન ભુજને ફાળવવામાં આવી જે ભુજ-અમદાવાદ વચ્ચે દોડે છે. આ રૂટ પર દોઢેક વર્ષથી ઇન્ટરસિટી ચાલુ છે. ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઇન્ટરસિટી બંધ થવાની શક્યતા છે જેના બદલે રાજકોટ-ભુજ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે. અમદાવાદ ડિવિઝન કચેરીના પ્રપોઝલ બાદ પશ્ચિમ રેલવેની મુંબઈની વડી કચેરી દ્વારા પત્ર લખી સ્પેશિયલ ટ્રેન દોડાવવા જણાવાયું છે. જો કે, સત્તાવાર જાહેરાત હવે થાય તેવી શક્યતા છે
ભુજથી સવારે 6.50 કલાકે ઉપડી બપોરે 1.35ના રાજકોટ અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી રાત્રે 9.40ના પરત ભુજ આવશે. રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી સ્ટોપ પ્રસ્તાવિત રૂટમાં નક્કી કરાયા છે. ગાંધીધામ સ્ટેશને 20, મોરબી 5 અને અન્ય સ્ટેશનોએ 2 મિનિટનો હોલ્ટ રહેશે. અંજાર અને આદિપુર સ્ટેશને ટ્રેન ઊભશે નહીં. 273 કિલોમીટરનું અંતર કાપવામાં ટ્રેન 7 કલાકનો સમય લેશે

