વાંકાનેરના નવા રાતીદેવરી ગામે રહેતા ધારાભાઇ લવજીભાઇ વિકાણીએ ગત તા.-13/09 ના રોજ વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે નજીક ચંન્દ્રપુર શ્રીનાથજી વે-બ્રીજ ની પાસે રોડ ક્રોસ કરતા હોય તે વખતે કોઈ સફેદ કલર ની ફોર વ્હીલનો ચાલક ગફલતભરી રીતે અને બેદકારીપુર્વક કાર ચલાવી ધારાભાઇને હડફેટ લઇ માથામા તથા જમણા પગે ગંભીર ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના પુત્રએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

