મોરબી તાલુકાના રંગપર ગામમાં ચંદ્રસિહ મેઘરાજ સિંહ ઝાલાએ 2015માં મોરબી તાલુકા પોલીસ મથકમાં બે પ્રિન્સ અરવિંદ વ્યાસ અને જીગ્નેશ પરસોતમ ચાઉં નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ ચંદ્ર સિંહની જ્ઞાતિ વિષે ઘસાતું બોલતા હતા જે બોલવાની નાં પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચન્દ્રસિંહને એક વ્યક્તિએ પાછળથી પકડી બીજા એક વ્યકિત તેના ચહેરા પર મરચું છાંટી ગળાના ભાગે મોઢા અને માથા પર છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી આ બનાવમાં પોલીસે ફરિયાદ આધારે પ્રિન્સ અરવિંદ વ્યાસની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જીગ્નેશઆ કેસમાં નાસતો ફરતો હોય પોલીસે આ કેસમાં ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ મોરબી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો અને કેસનું હિયરીંગ ચાલ્યું હતું સરકારી વકીલ વિજય કુમાર જાનીએ ફરીયાદી તરફી દલીલો કરી હતી. કેસમાં કોર્ટે 15 મૌખિક પુરાવા 21 દસ્તાવેજી પુરાવા આધારે કોર્ટ આરોપીને 5 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો આ કેસમાં હાલ આરોપી પ્રિન્સ વ્યાસ જામીન પર છુટેલા હોવાથી કોર્ટે આરોપીના જામીન મુચરકા જપ્ત કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવા તેમજ ફરાર આરોપી જીગ્નેશ પરસોતમ ચાઉંની પણ વહેલી તકે ધરપકડ કરવા સુચના આપી છે આરોપી ની ધરપકડ બાદ કેસમાં આરોપી સામે ટ્રાયલ ચલાવાશે અને ત્યાં સુધી કેસને લગતા પુરાવા પણ યથાવત સ્થિતિમાં રાખવા હુકમ કર્યો છે

