મોરબીની ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેહાની સિરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને ઝારખંડના વતની અમીત વિભીષણ નાયકએ ગત તા.-15/09/2024 ના રોજ તેના પત્ની મધુસ્મિતાદેવીને કહેલ કે હું બજારમાં બાલ કટીંગ કરાવવા જવું છું. બાદ યુવાન બાલ કટીંગ કરાવી નર્મદા કેનાલમાં ન્હાવા માટે જતા અકસ્માતે કેનાલના પાણીમાં ડુબી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

