મોરબી શહેર વિસ્તારમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક ઝબલા કે પ્રદુષણને નુકશાન પહોચાડનાર પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં શહેરમાં પાછલા બારણે આવી રીતે પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ કરવામાં આવતું હોય છે પાલિકા દ્વારા આ પ્રતિબંધને ધ્યાને લઇ સમાંતરે ચકાસણી કરવામાં આવે છે અને આવું પ્લાસ્ટિક જપ્ત કરી તેને દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે આજે મોરબી પાલિકા દ્વારા ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળાની સુચના મુજબ સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણ સિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને અલગ અલગ સ્થળેથી કુલ 200 કીલોગ્રામ જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને તેના વિરુદ્ધ એક્શન લેતા રૂ 8000નો દંડ ફટકારવામાં આવ્યો હતો

