HomeGujaratહળવદમાં ક્રૂરતા પૂર્વક સ્વીફ્ટ કારમાં 5 ઘેટા લઇ જતા ત્રણ શખ્સો પકડાયા

હળવદમાં ક્રૂરતા પૂર્વક સ્વીફ્ટ કારમાં 5 ઘેટા લઇ જતા ત્રણ શખ્સો પકડાયા

હળવદ પોલીસને બાતમી મળી હતી કે, RJ-04-CA-5715 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ક્રૂરતા પૂર્વક ઘેટા લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીને આધારે મોરબી ચોકડી નજીક વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા આરોપી રહેમાનખાન નેકુખાન, જબરૂદીન રેશમખાન અને ભવરેખાન ઈશેખાન આ ત્રણેય રાજસ્થાન વાળાને પોલીસે પકડી લીધા હતા. આ ગાડીમાંથી બે મોટા ઘેટા તથા 3 ઘેટાના બચ્ચા મળી પાંચ ઘેટા કિંમત રૂ. 10 હજાર તેમજ સ્વીફ્ટ કાર મળી કુલ રૂ 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હળવદ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW