મોરબીના વાવડી રોડ નજીક બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના પાર્કમાં રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા આફતાબભાઈ હાજીભાઇ સમા, રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા, ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા અને જયેશભાઈ મલાભાઈ નકુમ નામના ચાર જુગારીઓને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 15,050 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

