મોરબીની યમુનાનગર સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી નિલેષભાઈ હસમુખભાઈ નિમાવત નામના યુવાનના રહેણાંક મકાનમાંથી વ્હીસ્કીના કુલ નંગ-6 કિંમત રૂ. 1800નો મળેલ મુદામાલ સાથે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

