મોરબી શહેરના વજેપર વિસ્તારમાં આવેલી શેરી નમ્બર ૨૩ ની સાવર્જનિક પ્લોટ પર ૨૦૨૨માં આંગણવાડી બનાવવા જરૂરી મંજુરી મળી હોય અને અ અંગે સ્તઃનીકો દ્વારા પાલિકામાં લેખિત અરજી કરી હતી ૨ વર્ષ કરતા પણ વધારે સમય થવા છતાં આજદિન સુધી અહી આંગણ વાડીનું નિર્માણ થયું નથી. સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ એક્શન ન લેવાતા આ સાર્વજનીક પ્લોટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
આ સાર્વજનિક પ્લોટ પર રામસિંગ નામના શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની અને તેમાં ગેર કાયદેવંડો બનાવી ભૂંડ પકડવાનો ધંધો કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું અહી વરસાદી પાણી અને ગંદકીના કારણે અહી મચ્છર વક્રતા રોગચાળો વકરે તેવી સ્થાનિકો દ્વારા ભીતિ સેવામાં આવી છે આ મુદે આજે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણિયા અને દેવેશ રાણેવાડિયા દ્વારા પાલિકકા ના ચીફ ઓફિસર કલેકટર તેમજ સીએમને પત્ર લખી વહેલી તકે મંજુર થયેલ જગ્યા પર વહેલી તકે દબાણ હટાવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

