HomeGujaratમોરબીના સનફલોરા હાઇટ્સમાં 102 પરિવારનું સ્નેહ મિલનનું યોજાયું

મોરબીના સનફલોરા હાઇટ્સમાં 102 પરિવારનું સ્નેહ મિલનનું યોજાયું

મોરબીના સનફલોરા હાઇટ્સ માં રહેતા 102 પરિવારનું મિલનનું આયોજન સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ , પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયાના પ્રયત્નથી હિન્દુ ઉત્સવની ભાવભેર ઉજવણી થાય, પરીવાર ભાવના થી દરેક કુટુંબ જોડાઈ તેવા ઉમદા હેતુ થી સનફલોરા હાઈટ્સ ના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવાર નો પરિચય આપવામાં આવેલ જેથી એકબીજાને ઓળખતા થાય. પ્રમુખ સ્થાનેથી મહેશભાઈ એ સન ફલોરા હાઈટ્સ ના નિયમોની જાણકારી આપી , દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી. જયસુખભાઇ મેંદપરાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાણકારી આપી, સરડવા મણીભાઈએ સન ફલોરા હાઈટ્સ ના તમામ સભ્યો પોતાના કાર્યક્ષેત્ર માં મદદરૂપ બની સનફલોરાની પરિવાર ભાવના મજબૂત બનાવે. ઉપપ્રમુખ કેતનભાઈ ભાલોડિયા એ આભાર વિધિ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કકાસણીયા એ કરેલ. ઉત્સવ સમિતિ દ્વારા સમૂહભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW