HomeGujaratમોરબીના મંગલમ્ પ્લે હાઉસમાં 19મી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

મોરબીના મંગલમ્ પ્લે હાઉસમાં 19મી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે 21 વર્ષથી કાર્યરત મંગલમ પ્લે હાઉસ ખાતે 19મી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવી હતી અને બાળકો દ્વારા વિવિધ રાસ રજૂ કરી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બે દાયકાથી વાસુદેવ બની લોકોને વાસુદેવ પ્રત્યે કૃતાર્થ કરતા મોહનભાઈ કે. અઘારા વિશેષ વાસુદેવ બની ઉપસ્થિત રહી બાળકોને શ્રી કૃષ્ણ અને વાસુદેવ વિષે અવગત કર્યા હતા. સંચાલકો દ્વારા શ્રી કૃષ્ણની અનેક વાર્તા કરી કૃષ્ણની ઝાંખી આપી હતી. કાર્યક્રમના અંતે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો. મંગલમ્ પ્લે હાઉસના બાળકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ આનંદ અને મસ્તી સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW