(1) વાંકાનેરમાં પોલીસે બે સ્થળે દરોડા પાડતા 10 જુગારીઓ ઝડપાયા
વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કોટડા નાયાણી ગામે રેડ મારતા ત્યાં જુગાર રમતા અમજાનભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સમા, ઉમરભાઈ આદમભાઈ ચાનિયા, ઈમ્તીયાજભાઈ જુસબભાઈ સુમરા, ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા અને અનવરભાઈ હાજીભાઈ સુમરા નામના પાંચ શખ્સો ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 11,390 નો મુદામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત જીનપરા પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા જુગાર રમતા સમીરભાઈ ઉર્ફે સમલો ઇકબાલભાઈ મેમણ, અનિલભાઈ ધીરુભાઈ વિઝવાડીયા, વિપુલભાઈ કાળુભાઈ કોળી, રફીકભાઈ જુમાભાઈ કુરેશી અને સલીમ રસુલભાઈ બાવરા નામના પાંચ શખ્સોને કુલ રૂ. – 6,130 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનાની નોધ કરી છે.
(2) માળીયાના જુના ઘાટીલા પાસે જામગરી બંદુક સાથે શખ્સ ઝડપાયો
માળીયાના જુના ઘાટીલા ગામે આરોપી સુખદેવભાઈ દેવશીભાઈ ઉપાસરીયાને દેશી બનાવટની જામગરી રૂ.2000 ની બંદુક સાથે પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી જામગરી બંદુક જપ્ત કરી માળીયા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
(3) મોરબીની પારેખ શેરી નજીક વિદેશી દારૂ સાથે શખ્સ પકડાયો
મોરબી પોલીસ વોચમાં હોય તે દરમિયાન પારેખ શેરી નજીક ફૈઝાનભાઈ ગફારભાઈ ખોલેરાએ તેનું GJ-36-AH-7440 નંબરનું બાઈક લઇ જતા હતા. તે સમયે બાઈક શંકાસ્પદ જાણતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તે શખ્સ પાસેથી દારૂની બોટલ અને તેનું બાઈક સહીત કુલ રૂ, 45,375 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.
(4) મોરબીના નવા સાદુળકામાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો
મોરબીના નવા સાદુળકા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ સાલાણી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ તથા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

