HomeGujaratહળવદ: શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ? આકસ્મિક ચેકિંગ કરવા મામલતદારને રજૂઆત

હળવદ: શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ? આકસ્મિક ચેકિંગ કરવા મામલતદારને રજૂઆત

મોરબી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવા લોક માંગણી,

શ્રાવણ મહિના દરમિયાન ફરાળી ખાદ્યપદાર્થોની માંગમાં વધારો થતો હોય છે. વેપારીઓ દ્વારા શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ તેમજ ઠંડા પીણા ,આઈસ્ક્રીમ બદામ શેક સહિતની વસ્તુઓનું છુટથી ફરાળીના નામે વેચાણ થતું હોય છે. ત્યારે લોકો જે ઉપવાસમા લોકો આરોગી રહ્યાં છે તે ખાદ્યપદાર્થો ખાવા લાયક છે કે કેમ ? ફરાળી છે કે કેમ ? આ ખાદ્યપદાર્થોની ચકાસણી કરવી અને સેમ્પલો લેવા જરૂરી બન્યાં છે પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની નૈતિકતા જાણે મરી પરીવારી હોય તેમ તહેવારોની મૌસમમાં સેમ્પલો લેવામાં આવે છે અને તહેવારો બાદ રિપોર્ટ આવતા હોય છે. ત્યાં સુધીમા તો લોકો સારવાર લયને પણ દૈનિક કાર્યમાં મશગુલ થઈ જતાં હોય છે. ત્યારે હળવદ શહેરના ખેંગારજી મામા સેવક મંડળ દ્વારા હળવદમાં ફરાળી આઇટમ બનાવવાની લાલચમાં મકાઈનો લોટ તેમજ અન્ય લોટના ભેળસેળ કરાવતી હોવાની ફરિયાદ હળવદ મામલતદારને કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે યોગ્ય ચેકિંગ હાથ ધરી આવા બિન ફરાળી પદાર્થોને બંધ કરાવવા માટે કડક કાર્યવાહી થાય તેવી અરજી હળવદ મામલતદાર કચેરી ખાતે આપવામાં આવી છે. હવે જોવાનો એ રહ્યું કે તંત્ર દ્વારા શ્રાવણ માસ દરમિયાન ચેકિંગ હાથ ધરાશે કે પછી નિંદ્રાદિન તંત્ર શ્રાવણ માસ બાદ જાગશે !

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW