HomeGujaratમોરબીમાં 15 ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મોરબીમાં 15 ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

તા.-15 ઓગસ્ટ 2024 ના રોજ 78 માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 250 થી વધારે પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામા આવશે. તેમજ જુદી જુદી સ્કુલના 300 થી વધારે બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના વરદ હસ્તે સવારે 9:00 થી 9:02 કલાકે ધ્વજવંદન કરવામા આવશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદઓ તથા ધારાસભ્યઓ પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. ઉપરાંત મોરબી શહેરની તમામ સરકારી કચેરીના અધિકારીઓ / કર્મચારીઓ જુદી જુદી સ્કુલના બાળકો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રમુખઓ મંડળો / એન.જી.ઓ, જિલ્લાના વરિષ્ઠ નાગરીકો હાજર રહેવાના છે. મોરબી શહેરના નાગરીકોએ જેમ તિરંગા યાત્રામાં સ્વયંભુ ઉપસ્થિત રહી જિલ્લાની તિરંગા યાત્રાનું ગૌરવ વધાર્યું છે, તેવી જ રીતે 15 ઓગસ્ટ રોજ 78 મા સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમા સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW