સિરામિક નગરી મોરબીમાં દિન પ્રતિદિન ઉદ્યોગનો વિકાસ થયો છે તેમાં પણ 2014માં મોરબી જીલ્લો બન્યા બાદ વિકાસની ગતિ વધુ ઝડપી બની છે ઉદ્યોગના વિકાસની સાથે અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રમિકની આવન જાવન રહે છે આ ઉપરાંત મોરબીના વેપારીઓ પણ અન્ય રાજ્યમાં વેપારીઓ મુસાફરી કરતા હોય છે જેથી મોરબીવાસીઓ દ્વરા લાંબા સમયથી લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવે તેવી માંગણી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ ભૌગોલિક રીતે જોડાયેલ હોય અને ઔદ્યોગિક વિકાસના કારણે મોટા પાયે ખાનગી બસ અને પેસેન્જર વાહનમાં લોકો આવન જાવન કરતા રહે છે ત્યારે કચ્છથી સૌરાષ્ટ્રના જિલ્લાને જોડતી ટ્રેન શરુ થાય તેવી લોકો માગ કરી રહી રહયા છે લોકોની લાંબા સમયની માંગણી ને ધ્યાને લઇ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી ભાવનગર સુરેન્દ્રનગર ચાલતી ટ્રેન મોરબી થઇ ભુજ સુધી તેમજ વેરાવળ રાજકોટ ટ્રેન મોરબીથી ભુજ સુધી પોરબંદર રાજકોટ ટ્રેનને પણ મોરબી અને ભૂજ સુધી લંબાવવામાં આવે તેવી માંગણી કરી છે

