દેશવાસીઓમાં દેશપ્રેમ ની ભાવના જાગૃત થાય અને લોકો ત્રિરંગાને સન્માન આપે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યકમ નું આયોજન કરાયું છે આ ઉપરાંત 15 મી ઓગસ્ટ ના પર્વ નિમિતે લોકો ઘરમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન અજય લોરિયા અને તેની ટીમ દ્વારા તા. 14 ઓગસ્ટ 2024 ને સવારે 9 કલાકથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિના મુલ્યે વિતરણ કરાશે
