ટંકારાના ઉગમણા ઝાપા પાસે બાતમીના આધારે રેડ મારતા જુગાર રમતા જીગ્નેશભાઈ કાળુભાઈ ઉધરેજા, મેરૂભાઈ ભુદરભાઈ સારેસા અને મોતીભાઈ છગનભાઈ જાદવને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-10,500 નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે મળેલ મુદામાલને કબ્જે કર્યો હતો. ટંકારા પોલીસે તે ત્રણ શખ્સો વિરુધ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

