મોરબી પાલિકામાં ભાજપનું એક ચક્રી શાસન આવ્યા બાદ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે અને તેને લઇ તપાસની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે ત્યારે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજ્યગુરૂએ એક વધુ સનસની ખેજ આક્ષેપ કર્યો છે જેમાં મોરબી પાલિકાના કોન્ટ્રાક્ટ પર મુકાયેલા રોજમદારો પૈકી કેટલાય રોજમદારો કામ પર હાજર રહેતા નથી અથવાતો તેના સમય કરતા મોડા આવે અને વહેલા જતા રહે છે અને સુપરવાઈઝરની મીઠી નજર ના કારણે તેની હાજરી ગણી લેવામાં આવે છે અને ખાતામાં પગાર પડી જાય છ આં ઉપરાંત કોંગ્રેસે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે પાલિકાના કેટલાક વિભાગમાં બોગસ નામ ચઢાવી દેવાયા છે જે ખરેખર નોકરી જ કરતો ન હોવા છતાં તેના નામના પગાર પડે છે અને તે વ્યક્તિના નામના કોઈ બીજા જ લોકો પગાર ચાઉ કરી મોરબી પાલિકાની સ્વ ભંડોળની ગ્રાન્ટ કે જે મોરબી પાલિકામાં રહેતા મોરબી વસીઓની ટેકસની આવક છે તે ભ્રષ્ટાચારમાં વપરાય છે.હાલ પાલિકાના કાયમી ચીફ ઓફિસર ન હોવાથી આવા લોકોની પર દેખરેખ રાખનાર ન હોય જેથી આવા લોકોને મોકળુ મેદાન મળ્યું છે.આં મુદ્દે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને રમેશ રબારી દ્વારા તટસ્થ તપાસની માંગ કરી છે અને ખોટી રીતે રૂપિયા ચાઉ કરનાર સામે એક્શન લેવા માગણી કરી છે.

