HomeGujaratવાંકાનેરના કોઠી નજીક કારનો પીછો કરી પોલીસે દેશી દારૂની હેરાફેરી પકડી,સગીર સહીત...

વાંકાનેરના કોઠી નજીક કારનો પીછો કરી પોલીસે દેશી દારૂની હેરાફેરી પકડી,સગીર સહીત 3 ઝડપાયા એક ફરાર

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના ઉદેશથી વાંકાનેર ડીવાયએસપી સારડાના માર્ગદર્શનમાં વાંકાનેર સીપીઆઈ ગોલ અને તેની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના એક કારમાં મોટા પાયે દેશીદારૂ ની હેરાફેરી થઈ રહી છે અને એક કાર પોલીસથી બચવા આગળ પાઈલોટીંગ કરી રહી છે આ બાતમી આધારે પોલીસે વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં વોચ ગોઠવી હતી દરમિયાન જીજે 36 AJ 9421 નંબરની એક કાર નીકળી હતી જેને રોકાવી તેની તલાસી લઈ તેને રોકાવી હતી અને બે શખ્સ કારમાંથી ઉતર્યા હતા જેની હરકત શંકાસ્પદ લાગી હતી આ દરમિયાન પૂછ પરછ ચાલતી હતી તે દરમિયાન GJ 3 KP0959 નમ્બરની પુર ઝડપે પસાર થઇ હતી જેથી પોલીસની વાહને તેને રોકવા પ્રયાસ કરવા છતાં એ કાર ઉભી રાખવાને બદલે પુર ઝડપે કાર ચલાવતા પોલીસે કારનો પીછો કર્યો હતો અને જોધપર ગામનજીકથી કાર ને આંતરી તેને અટકાવી હતી.


કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટિક બાચકામાં 550 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂ ની તેઓ હેરાફેરી કરતા હતા અને અગાઉ GJ 3 KP0959 નમ્બરની કાર ચાલક તેનું પાઈલોટ કરી બચાવવા પ્રયાસ કરતો હોવાનું સામે આવતા પોલીસે બન્ને કાર અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ હેરાફેરીમાં સંડોવાયેલ અજય જાદવભાઈ મેર હર્ષદ આનકભાઈ ધાંધલ અને એક સગીર ઝડપાયા હતા જોકે કિશન ભીખુભાઈ વાઘાણી નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW